Friday, March 19, 2010

સવાલઃ પહેલાનાં જમાનામાં મંદિરો ગામની બહાર શા માટે બાંધવામાં આવતાં? દરેક ઘરે ભગવાનની મુર્તિ હોવા છતાં લોકો મંદિરે શા માટે જતાં?

જવાબઃ મંદિરનો મુખ્ય હેતુ વ્યક્તિ માટે શાંત સ્થળની વ્યવસ્થા કરવાનો છે, જ્યાં વ્યક્તિ બહારની દુનિયાને ભુલીને પોતાની સાથે વાર્તાલાપ કરે, વ્યક્તિ પોતાને ઓળખે, પોતાની આત્મા સાથે સંપર્ક સાધી શકે. જો મંદિર ગામની અંદર બાંધવામાં આવે તો ત્યાં થતાં શોરબકોરને કારણે વ્યક્તિ disturb થાય અને પોતાની આત્મા સાથે સંપર્ક ના સાધી શકે. અવાજને કારણે વ્યક્તિ પોતાને બહારની દુનિયાથી દૂર નથી રાખી શકતો.

આજે તો મંદિરો શહેરની અંદર જ બને છે. થોડા પગલાં ચાલો અને મંદિરો કે દેરીઓ જોવા મળે. વ્યક્તિ મંદિરમાં જાય ત્યારે તેને પોતાની આત્મા કરતાં વધારે બહારનું અવાજ સંભળાય છે. વ્યક્તિને પોતાની અંદરના problemsના solutionની જગ્યાએ બહારથી એવી વાતો સાંભળવા મળે કે તેના માટે બીજા problems ઊભા થાય છે. તેને એકાંત મળતું નથી. આ એકાંત મેળવવા માટે જ ઘરમાં ભગવાનની મુર્તિ હોવા છતાં વ્યક્તિ મંદિરે જાય છે જેથી તેને માનસિક શાંતી મળે અને તે પોતાની સાથે સંપર્ક સાધી શકે.

એવું કહેવાય છે કે વ્યક્તિને જ્યારે કોઈ સમસ્યાનું solution ના મળે ત્યારે તેણે મંદિરમાં ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન તેની સમસ્યાનું solution આપશે. કેમ ભાઈ? જ્યારે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરીએ તો જ તે problemનું solution આપે? એ સિવાય મદદ ના કરે? એવું નથી પરંતુ આની પાછળનું કારણ એ છે કે જ્યારે વ્યક્તિ મંદિરે જાય છે ત્યારે તેને એકાંત મળે છે. તેનું મગજ શાંત થાય છે અને તે પોતાના problems વિશે સારી રીતે વિચારીને તેનું યોગ્ય solution લાવી શકે છે. અશાંત મગજ કરતાં શાંત મગજ વધુ સારું solution લાવી શકે છે. તમે પણ અનુભવ્યું હશે જ્યારે તમે ઊતાવળમાં હશો ત્યારે તમારાથી વધારે ભૂલ થાય છે. એક જ જગ્યાએથી 3-4 વસ્તુઓ લેવાની હશે તો પણ ઊતાવળમાં તમે 1-2 વસ્તુ લો છો અને એ જ જગ્યાએ વધારે ધક્કા ખાવા પડે છે. છેવટે તમારે વધારે મોડું થાય છે. આ માટે જ વ્યક્તિ મંદિરે જાય છે, જ્યાં તેને એકાંત મળે જેથી તે પોતાની સાથે સંપર્ક સાધી શકે, પોતાના આત્માની સાથે વાતો કરી શકે અને પોતાને સારી રીતે ઓળખે. જેથી તે પોતાના problemsનું solution લાવી શકે.

3 IDIOTSમાં આમીરખાન કહે છે કે પોતાને ગમતું કરો, જેમાં આનંદ મળે તેમાં આગળ વધો. પરંતુ પોતાને શું ગમે છે તે જાણવા માટે પોતાની જાતને ઓળખવી જરૂરી છે. પોતાને ઓળખવા માટે મંદિરમાં જવું જરૂરી નથી. શોરબકોરની વચ્ચે તમે પોતાની જાત સાથે સંપર્ક સાધી શકો તો પણ તમે પોતાને ઓળખી શકે. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે આ શક્ય નથી. તેને કોઈ એકાંત જગ્યા જોઇએ અને મંદિર કરતાં વધુ એકાંત જગ્યા ક્યાં મળે? આજે તો મંદિરોમાં પોતાની સાથે વાતો કરવાની જગ્યાએ લોકો બીજાની સાથે વધારે વાતો કરે છે અને પછી બહાર આવીને બીજાને કહે છે કે તે લોકો મંદિરોમાં કેટલો સમય વિતાવે છે. પરંતુ એ સમયમાંથી કેટલો સમય મંદિર જવાનાં હેતું પાછળ વિતાવે છે એ તો એ લોકો અને ભગવાન જ જાણે!

No comments:

Post a Comment