Friday, March 19, 2010

સવાલઃ પહેલાનાં જમાનામાં મંદિરો ગામની બહાર શા માટે બાંધવામાં આવતાં? દરેક ઘરે ભગવાનની મુર્તિ હોવા છતાં લોકો મંદિરે શા માટે જતાં?

જવાબઃ મંદિરનો મુખ્ય હેતુ વ્યક્તિ માટે શાંત સ્થળની વ્યવસ્થા કરવાનો છે, જ્યાં વ્યક્તિ બહારની દુનિયાને ભુલીને પોતાની સાથે વાર્તાલાપ કરે, વ્યક્તિ પોતાને ઓળખે, પોતાની આત્મા સાથે સંપર્ક સાધી શકે. જો મંદિર ગામની અંદર બાંધવામાં આવે તો ત્યાં થતાં શોરબકોરને કારણે વ્યક્તિ disturb થાય અને પોતાની આત્મા સાથે સંપર્ક ના સાધી શકે. અવાજને કારણે વ્યક્તિ પોતાને બહારની દુનિયાથી દૂર નથી રાખી શકતો.

આજે તો મંદિરો શહેરની અંદર જ બને છે. થોડા પગલાં ચાલો અને મંદિરો કે દેરીઓ જોવા મળે. વ્યક્તિ મંદિરમાં જાય ત્યારે તેને પોતાની આત્મા કરતાં વધારે બહારનું અવાજ સંભળાય છે. વ્યક્તિને પોતાની અંદરના problemsના solutionની જગ્યાએ બહારથી એવી વાતો સાંભળવા મળે કે તેના માટે બીજા problems ઊભા થાય છે. તેને એકાંત મળતું નથી. આ એકાંત મેળવવા માટે જ ઘરમાં ભગવાનની મુર્તિ હોવા છતાં વ્યક્તિ મંદિરે જાય છે જેથી તેને માનસિક શાંતી મળે અને તે પોતાની સાથે સંપર્ક સાધી શકે.

એવું કહેવાય છે કે વ્યક્તિને જ્યારે કોઈ સમસ્યાનું solution ના મળે ત્યારે તેણે મંદિરમાં ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન તેની સમસ્યાનું solution આપશે. કેમ ભાઈ? જ્યારે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરીએ તો જ તે problemનું solution આપે? એ સિવાય મદદ ના કરે? એવું નથી પરંતુ આની પાછળનું કારણ એ છે કે જ્યારે વ્યક્તિ મંદિરે જાય છે ત્યારે તેને એકાંત મળે છે. તેનું મગજ શાંત થાય છે અને તે પોતાના problems વિશે સારી રીતે વિચારીને તેનું યોગ્ય solution લાવી શકે છે. અશાંત મગજ કરતાં શાંત મગજ વધુ સારું solution લાવી શકે છે. તમે પણ અનુભવ્યું હશે જ્યારે તમે ઊતાવળમાં હશો ત્યારે તમારાથી વધારે ભૂલ થાય છે. એક જ જગ્યાએથી 3-4 વસ્તુઓ લેવાની હશે તો પણ ઊતાવળમાં તમે 1-2 વસ્તુ લો છો અને એ જ જગ્યાએ વધારે ધક્કા ખાવા પડે છે. છેવટે તમારે વધારે મોડું થાય છે. આ માટે જ વ્યક્તિ મંદિરે જાય છે, જ્યાં તેને એકાંત મળે જેથી તે પોતાની સાથે સંપર્ક સાધી શકે, પોતાના આત્માની સાથે વાતો કરી શકે અને પોતાને સારી રીતે ઓળખે. જેથી તે પોતાના problemsનું solution લાવી શકે.

3 IDIOTSમાં આમીરખાન કહે છે કે પોતાને ગમતું કરો, જેમાં આનંદ મળે તેમાં આગળ વધો. પરંતુ પોતાને શું ગમે છે તે જાણવા માટે પોતાની જાતને ઓળખવી જરૂરી છે. પોતાને ઓળખવા માટે મંદિરમાં જવું જરૂરી નથી. શોરબકોરની વચ્ચે તમે પોતાની જાત સાથે સંપર્ક સાધી શકો તો પણ તમે પોતાને ઓળખી શકે. પરંતુ સામાન્ય વ્યક્તિ માટે આ શક્ય નથી. તેને કોઈ એકાંત જગ્યા જોઇએ અને મંદિર કરતાં વધુ એકાંત જગ્યા ક્યાં મળે? આજે તો મંદિરોમાં પોતાની સાથે વાતો કરવાની જગ્યાએ લોકો બીજાની સાથે વધારે વાતો કરે છે અને પછી બહાર આવીને બીજાને કહે છે કે તે લોકો મંદિરોમાં કેટલો સમય વિતાવે છે. પરંતુ એ સમયમાંથી કેટલો સમય મંદિર જવાનાં હેતું પાછળ વિતાવે છે એ તો એ લોકો અને ભગવાન જ જાણે!

Tuesday, March 16, 2010

સવાલઃ ભગવાનને પ્રસાદ શા માટે ધરવામાં આવે છે?
જવાબઃ આગળ જણાવ્યા પ્રમાણે પહેલાં જ્યારે દીવા-અગરબત્તી કરવામાં આવતા ત્યારે તેમાંથી જે પોષક તત્વો છુટ્ટા પડતા તે હવામાં ભળી જતા. તેમાંથી જે ભારે હોય તે નીચે બેસી જતા. આ પોષક તત્વો પ્રસાદ પર જમા થતા હતા જે પ્રસાદ દ્વારા લોકોના શરીરમાં જતા હતા. પરંતુ આજે એ શક્ય છે? આગળ જણાવ્યા પ્રમાણે આજે જ્યારે દીવા-અગરબત્તી કરવામાં આવે છે ત્યારે માત્ર પ્રદૂષણ જ ફેલાય છે. આ હાનિકારક તત્વો પ્રસાદ મારફતે આપણા શરીરમાં જાય છે, જે આપણા માટે નુકશાનકારક છે.

Thursday, March 11, 2010

સવાલઃ રોજ સવારે ભગવાનને દીવા-અગરબત્તી શા માટે કરવામાં આવે છે??
જવાબઃ જૂના જમાનામાં દીવા માટે જે ઘી વપરાતું હતું તે શુધ્ધ દૂધમાંથી બનતું હતું, જેમાં ભરપુર માત્રામાં પોષક તત્વો હતાં. જ્યારે આ ઘીને દીવામાં બાળવામાં આવતુ, ત્યારે તેમાંથી આ પોષક તત્વો છૂટા પડતા અને હવામાં ભળી જતા. એજ રીતે અગરબત્તી કે જે જડીબુટ્ટીમાંથી બનતી એમાંથી પણ પોષક તત્વો છૂટા પડી હવામાં ભળી જતા. આ પોષક તત્વો આપણા શ્વાસ મારફતે આપણા શરીરમાં જતા હતા, જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. આજના Pasteurised milkમાંથી આ તત્વો મળવા મુશ્કેલ છે. આજની અગરબત્તી કે જે ૩૫-૫૦ રૂપિયામાં ૮૦-૧૦૦ ગ્રામ મળે છે તે જડીબુટ્ટીમાંથી બની હશે? મને નથી લાગતું. આજે આપણે જે દીવા-અગરબત્તી કરીએ છીએ તેનાથી માત્ર પ્રદૂષણ જ ફેલાય છે. આ ધૂમાડાથી તો ભગવાન પણ ત્રાસી ગયા હશે.

Wednesday, March 10, 2010

આપણા હિન્દુ ધર્મમાં ઘણા રીતીરિવાજો છે. દૈનિક રીતીરિવાજો અને પ્રસંગો પ્રમાણેના રીતીરિવાજો પણ. પરંતુ આજની fast અને money oriented lifeમાં આપણે રીતીરિવાજો અનુસરવા માટે અનુસરીએ છીએ. આપણા વડિલોએ કીધું એટલે અનુસરીએ છીએ. ઘેંટાના ટોળાની જેમ બધા કરે છે એટલે હું કરુ છુ. પણ કદી વિચાર્યુ છે કે આપણે રીતીરિવાજો શા માટે અનુસરવા જોઈએ? રીતીરિવાજો બનાવવા પાછળનો હેતુ શું છે? શું જે હેતુ માટે રીતીરિવાજો બનાવવામાં આવ્યા છે તે સિધ્ધ થાય છે?

આ લખવા પાછળનું કારણ એ છે કે હું આપણા થોડા રીતીરિવાજો પાછળનું વૈજ્ઞાનિક કારણ તમારી સાથે share કરવા માંગુ છુ. (હું કોઈ લેખક નથી. મને લખતા નથી આવડતું. આ તો ફક્ત મારા વિચારો છે જે તમારી સામે મૂકુ છુ. આશા છે કે તમને મારા વિચારો ગમશે. જો કોઈની લાગણી દુભાય તો માફી માંગુ છુ. I M SORRY).